દેશી દારૂના ધંધાર્થીએ મોબાઈલ ફેંકી દઈ એલફેલ બોલી પોલીસ સાથે ગેરવર્તન કર્યુંટંકારા : ટંકારા તાલુકાના લજાઈ - હડમતીયા રોડ પર દેશી દારૂના ધંધાર્થીને ત્યાં પોલીસે દરોડો પાડતા આરોપીએ પોલીસ સાથે એલફેલ વર્તન કરી મોબાઈલનો ઘા કરી ગેરવર્તન કરતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ફરજમાં રુકાવટ બાબતે કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લજાઈ હડમતીયા રોડ પર આવેલ હિમાલય પોલીપેક કારખાના સામે દરોડો પાડતા લોખંડની કેબિનમાં દેશી દારૂ રાખી આરોપી અમૃત આલાભાઈ ચાવડા રહે.લજાઈ ગામ વાળાને દેશી દારૂ વેચાણ કરતા ઝડપી લઈ 8 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો.પોલીસ કાર્યવાહીથી રોષે ભરાયેલ આરોપી અમૃતે મોબાઈલ ફોનનો ઘા કરી પોલીસ સાથે જેમ ફાવે તેમ વર્તન કરી ફરજમાં રુકાવટ કરતા પોલીસે 5000નો મોબાઈલ ફોન તેમજ 1600ની કિંમતનો દારૂ કબ્જે કરી ફરજ રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.