વીજ વાયર ઉપર ફસાયેલી પતંગ લેવાના પ્રયાસો ન કરવા તેમજ વીજ પોલ-ટીસીથી દુર રહેવા અનુરોધમોરબી : ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે. ત્યારે પતંગોના આ પર્વમાં વીજ અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધતી હોય છે. ત્યારે લોકોને ખાસ તકેદારી રાખવા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. તેઓના જણાવ્યા મુજબ ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ. આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકાથી તાર તૂટી જવાની ભીતી રહે છે. તેમજ વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ.ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે.વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક માધ્યમ દ્વારા તુરંત જ આપો.વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરી શકાય છે. આ ઉપરાંત પેટા વિભાગોના નંબરો નીચે આપેલા છે.● મોરબી શહેર -૧028222206519687633720● મોરબી શહેર-૨- નહેરુ ગેટ02822230650 6357303246- સામા કાંઠે028222420249687633721● મોરબી ઇન્ડસ્ટ્રીયલ028222420259687633723● લાલપર63573273589687633724● ઘૂંટુ63574227486357332827● શનાળા63573273579687633725● ટંકારા02822287762 9687633730● પીપળીયા63573273599687633726● જેતપર63573273609925012306● વિરપર63574227586357332830● નાની વાવડી028222512716357332829● હળવદ શહેર027582614369687662055● હળવદ ગ્રામ્ય99252145189925214641● ચરાડવા6357173458 9925214433● સરા96876625529099021386● વાંકાનેર શહેર9687633727● વાંકાનેર ગ્રામ્ય-1028282205749687633728● વાંકાનેર ગ્રામ્ય-299789352939687633729