મોરબી : ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન સંખ્યા 19269/19270 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.નવું સ્ટોપેજ — સમયપત્રક1) ટ્રેન સંખ્યા 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસપોરબંદરથી 9 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી આ ટ્રેનનું કિશનગઢ સ્ટેશન પર આગમન: 12:22 કલાકે, પ્રસ્થાન: 12:24 કલાકે2) ટ્રેન સંખ્યા 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસમુઝફ્ફરપુરથી 11 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી આ ટ્રેનનું કિશનગઢ સ્ટેશન પર આગમન: 20:11 કલાકે, પ્રસ્થાન: 20:13 કલાકેઆ વધારાનું સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે આગામી આદેશ સુધી અમલમાં રહેશે. આ નિર્ણયથી કિશનગઢ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને મુસાફરીમાં નોંધપાત્ર સુવિધા પ્રાપ્ત થશે.