મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 8 જાન્યુઆરી ને ગુરુવારના રોજ 1246 ક્વિન્ટલ એટલે કે 6230 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1621 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 530 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1300 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 536, તલના 2000, જીરુંના 4038, ધાણાના 1470, મગના 954, અડદના 1295, ચણાના 1079, એરંડાના 1275, કાળા તલના 4240 અને સીંગદાણાના 1451 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 400, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 500, લીંબુના 500, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.