મોરબી : મોરબીમાં લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે સરસ્વતી મહિલા મંડળ દ્વારા રામ ચરિત માનસ કથા ચાલી રહી છે. જેમાં દરરોજ બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી દિપકભાઇ મહેતા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં કાલે તા.8એ રામેશ્વર પૂજા કરવામાં આવશે. જ્યારે તા.9એ શ્રીરામ રાજ્યાભિષેક સાથે કથાની પુર્ણાહુતી કરવામાં આવશે. તો આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.