મોરબી: મોરબી જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની વડાલીયા ધ્યાનીએ પ્રથમ નંબર મેળવ્યો છે.ગુજરાત રાજ્ય સરકારના રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત અને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં મોરબીના કલામંદિર સંગીત ક્લાસીસની વિદ્યાર્થીની વડાલીયા ધ્યાની નિકુંજભાઈએ લોકગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. જેઓ હવે વડોદરા મુકામે યોજનાર મધ્ય ઝોન કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જે બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન તેમજ કલામંદિર સંગીત ક્લાસીસ પરિવાર દ્વારા વડાલીયા ધ્યાની નિકુંજભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.