મોરબી : મોરબી જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો માટે Club-36 ખાતે Artificial Intelligence (AI) વિષયક એક માહિતીસભર અને પ્રેરણાદાયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું આયોજન રાજકોટની દર્શન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં માર્ગદર્શન ડો. નિલેશ ગાંભવા, એકેડેમિક ડિરેક્ટર તથા TPO, દર્શન યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે AI ને માનવ વિકાસની આગલી કડી તરીકે રજૂ કરી અને Darwin’s Theory of Evolution સાથે તેની સરખામણી કરીને વિષયને સરળ અને રસપ્રદ રીતે સમજાવ્યો હતો.Travelling Salesman Problem તથા Super Computer જેવા ઉદાહરણો દ્વારા AI ની કાર્યક્ષમતા, ઝડપ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા સમજાવવામાં આવી. Dr નિલેશ ગાંભવા એ જણાવ્યું કે AI ના આગમનથી ન્યાય, પારદર્શિતા અને સમાનતા આધારિત ‘સતયુગ’ જેવું વાતાવરણ નિર્માણ પામશે અને અનેક જટિલ સમસ્યાઓના ઉકેલ સાથે ટેક્નોલોજી છેવાડાના માનવી સુધી પહોંચશે. શિક્ષણ ક્ષેત્રમાં AI ના ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં NotebookLM અને Gemini – GEMS જેવી આધુનિક AI ટૂલ્સના અસરકારક ઉપયોગ વિશે શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેમિનાર શિક્ષકો માટે ભવિષ્યના શિક્ષણમાં ટેક્નોલોજી અપનાવવાની દિશામાં માર્ગદર્શક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો.