આયુર્વેદિક તેમજ હોમીયોપેથિક નિદાન સાથે માર્ગદર્શન પણ અપાશે : ગર્ભ સંસ્કાર, નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન, વિદ્યારંભ સંસ્કાર, જન્મ દિવસ જેવા સંસ્કારો પણ નિશુલ્ક મોરબી : હરિદ્વારના શાંતિકુંજ સ્થિત ગાયત્રી પરિવાર દ્વારા ઉજવવામાં આવતા અખંડ જ્યોતિ તેમજ માતા શ્રી ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દી અવસર નિમિતે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા મુકામે તત્સત નેચર ક્યોર એન્ડ રીસર્ચ દ્વારા 5 દિવસ દરેક રોગોનું નિદાન તેમજ યોગ્ય માર્ગદર્શન વિના મુલ્યે આપવામાં આવશે. આ નિદાન કેમ્પ તા.21થી લઈ 25 જાન્યુઆરી સુધી ચાલશે. જેનો સમય સવારના 9:00 થી 12:30 અને સાંજે 3:30થી 6:00 સુધીનો રહેશે. અહીં આયુર્વેદ / પંચકર્મ / હોમીયોપેથ / યજ્ઞ ચિકિત્સા /યોગ દ્વારા સારવાર કરવામાં આવે છે. સંસ્કારો જેવા કે ગર્ભ સંસ્કાર, નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન, વિદ્યારંભ સંસ્કાર, જન્મ દિવસ જેવા સંસ્કારો કાયમી નિશુલ્ક રહેશે. યોગ માટે નું માર્ગદર્શન કાયમી નિઃશુલ્ક રહેશે. આ તમામ સારવાર તેમજ સંસ્કારો પ્રકૃતિના ખોળે બેસીને પ્રાકૃતિક વાતાવરણ કે જ્યાં ઘોંઘાટ મુક્ત શુધ્ધ વાતાવરણ છે. તો દરેક પ્રકારના રોગોની સારવાર તેમજ સંસ્કારો માટે અવશ્ય મુલાકાત લ્યો. તેમ યાદીમાં જણાવાયું છે.સરનામું : તત્સત નેચર ક્યોર એન્ડ રીસર્ચ સેન્ટર, મોટા ખીજડીયા, તાલુકો:ટંકારા મો.8858840140