અત્યાર સુધીના 52 કેમ્પમાં કુલ 14,771 લોકોનું વિના મૂલ્ય સચોટ નિદાન થયુંમોરબી: મોરબીના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે દર મહિનાની 4 તારીખે યોજાતા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ અંતર્ગત જાન્યુઆરીમાં ગત રવિવારના રોજ વધુ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી, તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો.પ્રવર્તમાન માસનો આ કેમ્પ સ્વ. વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ. દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે પરિવારના સભ્યો વિનુભાઈ ચગ, પ્રતાપભાઈ ચગ, ડો. અશ્વિનભાઈ ચગ, ભાવેશભાઈ ચગ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સવારે 9 થી 12 કલાક દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં 368 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 174 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટની હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ 52મા કેમ્પ સુધીમાં કુલ 14771 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન કરવામાં આવ્યું છે, અને ગત 51 માસમાં કુલ 6543 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરાઈ હતી. દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથેનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપાં વગેરેની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.આ કેમ્પને સફળ બનાવવા માટે જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહિલા મંડળ, અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો સહિત ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, અને નરશીભાઈ રાઠોડએ જહેમત ઉઠાવી હતી. દર્દીઓએ કેમ્પનો લાભ લેવા માટે આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. એડવાન્સ બુકિંગની કોઈ આવશ્યકતા નથી.