મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના કાલિકા પ્લોટમાં ભવાની સોડા વાળી શેરીમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નવઘણ મોહનભાઇ સોલંકી અને આરોપી મકબુલ નિઝામભાઈ ચાનીયા રહે.બન્ને કાલિકા પ્લોટ વાળાઓને રોકડા રૂપિયા 3010 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.