મોરબી: મોરબી જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગના સહયોગથી ધરમપુર ખાતે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સમાં તા. 05/01/2026ના રોજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ આયોજન નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રીસર્ચ ધરમપુરના સહયોગથી અને મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુર દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના આરોગ્યની સંપૂર્ણ તપાસણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે લોહીની ટકાવારી (એનીમિયા)ની તપાસ, વજન, ઊંચાઈ, મોં, દાંત, આંખો અને કાન સહિત આરોગ્યને લગતા તમામ રોગની તપાસણી કરવામાં આવી. તપાસણી દરમિયાન અમુક વિદ્યાર્થીઓને સ્થળ પર જ જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી, જ્યારે ગંભીર જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે સંદર્ભ કાર્ડ ભરીને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાહુલ કોટડીયા, PHC મેડિકલ ઓફિસર ડૉ. સંજય જીવાણીના માર્ગદર્શન હેઠળ RBSK MO ડૉ. ભૂમિકાબેન સૂચક, ડૉ. રાહુલ તરબુંડીયા, અશ્વિનભાઈ નકુમ (નિરામય ટ્રસ્ટ), ગુરુકુળના સ્વામી નિરગુણ સ્વામી, આચાર્ય રેનીશ બાકોરી તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુરના CHO છાયાબેન નિમાવત, MPHW પીપી મકવાણા, FHW અજમિનાબેન ભાલારા, PHC FHS અંજુબેન ભીમાણી, ASHA મિતલબેન પટેલ અને સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.