મોરબી: મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 07/01/2026 ના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો સવારે 07 થી સાંજે 05 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં ઘૂંટુ 2 એસએસ માંથી નીકળતા તમામ ફીડરો કે જેમાં ઘુટુ અને તેની આજુબાજુના વિસ્તારનો સમાવેશ થાય છે તે વિસ્તારોમાં વીજકાપ રહેશે. ઉંચી માંડલ અને ઉંચી માંડલ - 2 સબ સ્ટેશનમાંથી નીકળતા બધા ઔદ્યોગિક ફીડરો તથા ખેતીવાડી ફીડરો તેમજ મહેન્દ્રનગર એસએસમાંથી નીકળતા તમામ ફીડરો, ખરેડા એસએસ માંથી નીકળતા ધારેશ્વર અને વાંકડા ખેતીવાડી ફીડર બંધ રહેશે.આ ઉપરાંત ઘુટુ રોડ એસએસ માંથી નીકળતા તમામ ખેતીવાડી ફીડરો બેલા અને માંડલ પણ બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.