મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત અને મોરબી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી કચેરી સંચાલિત મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગત 4 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોરબીના સાર્થક વિદ્યામંદિર ધોરણ 5 માં અભ્યાસ કરતા અને મોરબીના જાણીતા લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાના પુત્ર મહેન્દ્ર અશ્વિનભાઈ બરાસરાએ દુહા, છંદ, ચોપાઈ અને લોકવાદ્ય -અ વિભાગ બંને સ્પર્ધામાં પ્રથમ નંબરે મેળવ્યો છે. જેઓ આગામી વડોદરા મુકામે યોજાનાર મધ્યઝોન કક્ષાની સ્પર્ધામાં ઉપરોક્ત બંને સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જે બદલ મોરબી જિલ્લાના યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ શાળા પરિવાર અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા મહેન્દ્ર બરાસરાને શુભેચ્છાઓ પાઠવાઈ છે.