મોરબી : મોરબી ખાતે સોશિયલ ગ્રુપ જુના ઘાટીલાના મોરબીમાં વસતા પરિવારોના સ્નેહમિલન કાર્યક્રમની સાથે સાથે એક ઉમદા પહેલ સ્વરૂપે રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મીરાકલ પાર્ટી પ્લોટ, એસ.પી. રોડ, મોરબી ખાતે યોજાયો હતો.સંસ્કાર બ્લડ બેંક, મોરબીના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં કુલ 55 રક્તદાતાઓએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવી હતી. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં નંદલાલભાઈ વીડજા, સુરેશભાઈ વીડજા, દલસુખભાઈ વિડજા, રાજેશભાઈ ઉભડિયા, જયેશભાઈ દલસાણીયા, સુરેશભાઈ સબાપરા, ઉમેશભાઈ જાકાસણીયા અને સોશિયલ ગ્રુપના અન્ય યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, તમામ રક્તદાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.