મોરબી : સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો લોકો સુધી પહોંચાડવા મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, ગોપાલભાઈ ચમારડીના સંયુકત ઉપક્રમે ત્રણ દિવસની સરદાર કથાનો ગઈકાલથી પ્રારંભ થયો છે. ત્યારે ગઈકાલે મોટી સંખ્યામાં લોકોએ કથાનું રસપાન કર્યું હતું. જોકે ઠંડીનો ચમકારો વધ્યો છે, તેથી ઠંડીના માહોલને ધ્યાને લઈને આજે સિરામિક એસોસિએશનના સહયોગથી કથા સ્થળે હીટરની વ્યવસ્થા કરેલ છે. જેથી કોઈ પણને ઠંડી લાગશે નહીં. ત્યારે સૌને 8:30 વાગ્યે સમયસર પરિવાર, મિત્રો સાથે કથાનું રસપાન કરવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.