મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલા શિવ પાર્ક પાસે ખરાબ રસ્તાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. આજે જ એક અકસ્માત થતાં રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ખરાબ રસ્તાના કારણે અત્યાર સુધી 6 જેટલા અકસ્માત સર્જાઈ ચુક્યા છે. આજે પણ અકસ્માત થયો હતો. શિવ પાર્ક પાસે ડામર રોડ બનાવવામાં આવે તો આ સમસ્યા ટાળી શકાય તેમ છે ત્યારે તાત્કાલિક ધોરણે ખરાબ રસ્તાને રિપેર કરવામાં આવે તેવી માગ ઉઠી છે.