મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 6 જાન્યુઆરી ને મંગળવારના રોજ 1192 ક્વિન્ટલ એટલે કે 5960 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1601 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 360 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1296 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 546, તલના 1800, જીરુંના 4200, બાજરાના 406, જુવારના 900, મગના 1077, અડદના 1265, ચણાના 1056, એરંડાના 1260, ગુવાર બીના 1030 અને કળા તલના 3735 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 300, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 900, ટમેટાના 760, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 240 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.