મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર પોલીસ હેડક્વાટર્સ નજીક ગત તા.31 ડિસેમ્બરના રોજ જીજે - 36 - બીએ - 1273 નંબરનું બાઈક લઈને જઈ રહેલા બાબુભાઇ ઉર્ફે રાજુભાઇએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન બાબુભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.