મોરબી: મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 06/01/2026ને મંગળવારના રોજ કેટલાક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને પગલે વીજકાપ રહેશે. જેમાં અશ્વમેઘ ઇન્ડ. ફીડર સવારે 8:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર માં આવતી સોસાયટી પાટીદાર ટાઉનશીપ તેમજ હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.