મોરબી: મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ તારીખ 06/01/2026, મંગળવારના રોજ કેટલાક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને પગલે વીજકાપ રહેશે. જેમાં ત્રાજપર ફીડર સવારે 08 વાગ્યાથી બપોરે 04 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળના વિસ્તારો તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા., અંબિકા સોસા., આનંદ નગર, મધુરમ, મયુર સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.