મોરબી: મોરબીની નિર્મલ વિદ્યાલયએ રાજ્ય કક્ષાએ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાની વિદ્યાર્થીની પનારા યોગીયા નૌતમભાઈએ સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં શાળા અને મોરબીનું નામ રોશન કર્યું છે. યોગીયા નૌતમભાઈએ આ કલા મહાકુંભમાં કાવ્ય લેખન સ્પર્ધામાં ભાગ લીધો જેમાં તેણે સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને શાળાની કીર્તિ વધારી છે. ત્યારે નિર્મલ વિદ્યાલય પરિવાર તરફથી યોગીયાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.