મોરબી આજરોજ NSUI મોરબી દ્વારા મોરબીની OMVVIM કોલેજ ખાતેથી 'ડ્રગ્સ ફ્રી કેમ્પસ' કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ડ્રગ્સ એ રાજકારણનો વિષય નથી પણ આ મુદ્દાને નાથવા માટે એન.એસ.યુ.આઈ. દ્વારા આગળ આવી નવા વર્ષે ગુજરાત એનએસયુઆઈએ 'ડ્રગ્સ મુક્ત કેમ્પસ' થકી ગુજરાત અને કોલેજમાં ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ’ અભિયાન ચાલુ કરી તમામ કેમ્પસના યુવાનો 'હું ડ્રગ્સ લઈશ નહીં કે લેવા દઈશ નહીં' તેવી પ્રતિજ્ઞા લેવડાવી છે. મહત્વનું છે કે ઘણા યુવાનો ડ્રગ્સ અને દારૂનું વ્યસન કરતાં હોય છે ત્યારે આ ચિંતાજનક બાબતે વિચાર કીરને ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા માટેનો મોરબી એન.એસ.યુ.આઈ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શપથ લઈને સમર્થન આપવામાં આવ્યું છે. તે માટે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા છે. આ કાર્યક્રમમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, ગુજરાત એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, ગુજરાત યુવા કોંગ્રેસ મહામંત્રી ડો.રુકમુદિન માથકીયા, મોરબી જિલ્લા NSUI ઊપપ્રમુખ રાજભાઈ ટુંડીયા સહિતનાઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.