મોરબી : આજરોજ મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા મોરબીના વીર શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને રુબરુ મળી એક લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ અંગે પ્રમુખ સંતોષભાઈ શેરસીયાની સુચનાથી મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસિએશનના ઉપપ્રમુખ રુચિરભાઈ કારીયા તથા હિતેશભાઈ રંગપરીયાએ શહીદ પરીવારની મુલાકાત લઈ તેમને રકમ અર્પણ કરી હતી. ત્યારે પરિવારને મળી અને બિલ્ડર્સ એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ શામજીભાઈ રંગપરીયાના પુત્ર અને બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયાએ પણ એક લાખની રકમ અર્પણ કરી હતી. આમ આજરોજ કુલ 2 લાખની રકમની સહાય શહીદ પરિવારને અર્પણ કરાઈ હતી. ત્યારે આ તકે બિલ્ડર્સ એસોસિએશનના પૂર્વ ઉપ પ્રમુખ ભાવેશભાઈ કણજારીયા, મોરબીના બિલ્ડર ગૌરવભાઈ કારીયા પણ શહીદ પરિવારની મુલાકાત અને રકમ અર્પણ કરવા સાથે રહ્યા હતા. ત્યારે વિશેષ આ વીર શહીદ ગણેશભાઈના દાદી જેઓ આશરે 100 વર્ષથી પણ મોટી ઉમરનાં હોય તેમને પણ મળી પરિવારનાં દીકરાની શહીદીનું દુઃખ સહન કરવાની ઈશ્વર તેમને અને તેમના પરિવારને શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી હતી.