મોરબી : આગામી સમયમાં રાજ્યકક્ષાની બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા 2025-26નું આયોજન થનાર છે. આ સ્પર્ધા માટે 7 થી 13 વર્ષના સ્પર્ધકો માટે રાજકોટ ખાતે સ્પર્ધાનું આયોજન થનાર છે. ત્યારે આ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા 2025-26ની એન્ટ્રી તૈયારી કરી નિયત નમુનામાં જિલ્લા યુવા વિકાસ અધિકારીના સહી/સિક્કા સાથેની હાર્ડ-સોફ્ટકોપી તેમજ એક્સલ સીટમાં 15 જાન્યુઆરી 2026 સુધીમાં dydo-sycd-rjk@gujarat.gov.in પર મોકલી આપવા જણાવાયું છે.