મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 5 જાન્યુઆરી ને સોમવારના રોજ 1370 ક્વિન્ટલ એટલે કે 6850 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1570 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 637 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1300 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 538, તલના 2168, જીરુંના 4200, સોયાબીનના 929, સીંગદાણાના 1600, ચણાના 1092 અને કાળા તલના 4315 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 300, કારેલાના 700, ગુવારના 1700, ભીંડાના 900, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 600, દુધીના 240 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.