મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર 4માં વિવિધ પ્રશ્ને મોરબી શહેર ભાજપના કોષાધ્યક્ષ હર્ષદભાઈ પ્રજાપતિ દ્વારા આજરોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને રૂબરૂ મળીને રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતમાં મોરબી શહેરના વોર્ડ નંબર 4માં તાલુકા શાળાથી જય અંબે ગરબી ચોક સુધીનો રસ્તો બનાવવા રજૂઆત કરાઈ હતી. હાલ આ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે અને આજ દિન સુધી આ રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી. આ રસ્તા પર શાળા આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અવરજવર કરતા હોય છે. સાથે જ વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં કિચડ અને ગંદકી પણ થાય છે. તેથી તાત્કાલિક આ રસ્તાનું કામ કરવામાં આવે. તેમજ વોર્ડ નંબર 4ના વિસ્તારમાં સામુહિક કાર્ય, પ્રસંગ માટે કોઈપણ પ્રકારના હોલની સુવિધા ન હોય મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.આ ઉપરાંત મોરબીમાં સાયન્સ કોલેજ થી ભડિયાદ ગામ સુધીના રસ્તા પર સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે. સ્ટ્રીટ લાઈટો ન હોવાથી આ વિસ્તારમાં રાત્રિના સમયે અંધકાર રહે છે જેના કારણે અકસ્માત સર્જવાની શક્યતા છે મોટી સંખ્યામાં વાહનોની અવરજ રહેતી હોવાથી રાત્રિના સમયે વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે તેથી સાયન્સ કોલેજ થી ભડીયાદ ગામ સુધી સુવિધા કરવામાં આવે તેવી પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત સમયે મોરબી શહેર ભાજપના કોષાધ્યક્ષ હર્ષદભાઈ પ્રજાપતિ, ગીરધરભાઈ કે. અઘારા અને દેવિકાબેન ભંખોડીયા ઉપસ્થિત રહ્યા હતા.