મોરબી: મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે ફિટનેસ વુમન્સ યોગા ગ્રુપ દ્વારા ગુજરાત યોગ બોર્ડ અને બહુચર ગરબા મંડપના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ રક્તદાન કેમ્પનું આયોજન તારીખ 12 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 1 થી 5 કલાક દરમિયાન મહેન્દ્રનગર, રામવાડી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એકત્ર થયેલું રક્ત મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. આ સેવાકીય કાર્યક્રમના સફળ આયોજન માટે કાજલબેન આદ્રોજા, હંસાબેન રંગપરિયા, નિમિષાબેન માકડીયા, રંજનબેન શેરસિયા અને જોસનાબેન સુરાણી સહિતના આયોજકોએ જહેમત ઉઠાવી રહ્યા છે.