માર્કેટિંગ યાર્ડ સામે રહેણાંકમાં તલવાર સાથે ઘુસી બે મહિલા સહિત ત્રણને ઇજાઓ કરીહળવદ : હળવદ શહેરના માર્કેટિંગ યાર્ડ સામે પ્રેમ સંબંધની શંકા રાખી ત્રણ આરોપીઓએ તલવાર - ધોકા સાથે એક પરિવારના ઘરમાં ઘુસી બઘડાટી બોલાવી બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના માર્કેટિંગ યાર્ડ સામે રહેતા ફરિયાદી મુકેશભાઈ રતનજીભાઈ બારૈયાએ આરોપી ગોપાલ લીલાભાઈ કોળી, મનસુખ લીલાભાઈ કોળી અને આરોપી મહેશ ઉર્ફે મેલો ભોલાભાઈ કોળી રહે.ભવાનીનગર ઢોળો વિસ્તાર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના પુત્ર જયદીપને આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી આરોપીઓ તલવાર અને ધોકા સાથે તેમના ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદ મધુબેન અને દક્ષાબેનને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.