પોલીસે તુરંત આરોપીને ઝડપી લીધો, રિમાન્ડ મેળવવા તજવીજટંકારા : ટંકારા તાલુકાના નેકનામ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારના માત્ર ૨ વર્ષના માસૂમ બાળક પર ૩૮ વર્ષના શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે.મળતી માહિતી મુજબ, નેકનામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ઉત્તરપ્રદેશથી આવીને મજૂરી કામ કરતા પરિવારનો ૨ વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં જ કામ કરતા અને મૂળ બિહારના વતની રામ વિકાસ (ઉ.વ.૩૮) નામના શખ્સે બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમે માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બાળકની હાલત કફોડી થઈ હતી.બનાવ અંગે બાળકના માતા-પિતાએ તાત્કાલિક ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પી.આઈ. કે.એમ. છાસિયા અને તેમની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રામ વિલાસને નેકનામ વિસ્તારની ફેક્ટરીએથી ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ જઘન્ય અપરાધના પુરાવા એકત્ર કરવા અને વધુ પૂછપરછ માટે પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં ફાળ પડી ગઈ છે અને સ્થાનિક લોકોમાં આ નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે