મોરબી : મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર 1 અને 2ના બિસ્માર રોડ મામલે અરજદાર નરેન્દ્રસિંહ જી.જાડેજા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. જેમાં આ વિસ્તારમાં મસમોટા ખાડાને કારણે પડી રહેલી હાલાકી દૂર કરવા જણાવાયુ છે. આ સાથે અરજદાર દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી માળિયા મિયાણાના વાધરવા ગામે ગૌચર જવાના રસ્તે અને ખેતરોમાં જવાના રસ્તે દબાણો દૂર કરી હલણ ખુલ્લા કરવાની માંગ કરવામાં આવી છે.