મોરબી: મોરબી જિલ્લા પેન્શનર સમાજ, મોરબીની સામાન્ય સભા તા. 01/01/2026ના રોજ જીવણભાઈ એસ. ડાંગરના અધ્યક્ષ સ્થાને મળી હતી. કાર્યક્રમની શરૂઆત સંત ભાણદેવજી મહારાજ, સંત દામજીભગત, ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ, મહામંત્રી જે. જે. દરજી, અને મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઈ ડાંગર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.પ્રાર્થના અને સ્વાગત ગીત બાદ ઉપસ્થિત મુખ્ય મહેમાનો, દાતાઓ અને અધિકારીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. સભામાં મોરબી જિલ્લા પેન્શનર સમાજના જે આજીવન સભ્યોનું અવસાન થયું હતું તેમને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ધાર્મિક પ્રવચન આપતા સંત ભાણદેવજી મહારાજ અને સંત દામજી ભગત દ્વારા પેન્શનરોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ અને મહામંત્રી જે. જે. દરજીએ પેન્શનરોના જટિલ પ્રશ્નો, નવા નિયમો અને અન્ય ઉપયોગી માહિતી અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. નાયબ જિલ્લા તિજોરી અધિકારી રામાણીબહેને પેન્શનર સમાજના સહકારની સરાહના કરી હતી અને કચેરીના કાર્યો માટે નિઃસંકોચ આવવા જણાવ્યું હતું.મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઈ એસ. ડાંગરે તેમના વક્તવ્યમાં મહેમાનો અને પેન્શનરોનું સ્વાગત કર્યું હતું. તેમણે દાતાઓ અને પેન્શનરોના આર્થિક સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કારોબારી સદસ્યોની કામગીરીને બિરદાવી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ પેન્શનરોના પ્રશ્નો અંગે જાગૃત છે અને રહેશે. સામાન્યસભા દરમિયાન કાનની તકલીફવાળા પેન્શનરો માટે એક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્યસભાનું સંચાલન કુ. કિરણબેન કે. મહેતા, ચંદુભાઈ હુંબલ, અને હસુભાઈ પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમનો અહેવાલ વાય. એમ. આડેસરાએ તૈયાર કર્યો હતો. આભારવિધિ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌએ સાથે સરૂચિ ભોજન લઈને છુટા પડ્યા હતા.