મોરબી ગુજરાત પ્રદેશ આમ અદની પાર્ટીના સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવા એ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર ને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લામાં તેમજ ગુજરાત ભરમાં ભૂકંપમાં તેમજ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોના પુરાવાઓ નાશ પામ્યા હોય તેઓના નામ મતદારયાદીમાં ચઢાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં 1979માં આવેલ પુર તેમજ 2001 માં આવેલ ભૂકંપમાં ઘણા લોકોના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામ્યા છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવીને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઈ શકે તે માટે યોગ્ય કરવામાં આવે. આવી પરિસ્થિતિ ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ ઉદભવેલ છે. તો ગુજરાત ભરમાં આ માટે યોગ્ય કરવા માંગણી કરવામાં છે.