મોરબી : મોરબીના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલ બાઇક સાથે એક શખ્સને વેજીટેબલ રોડ ઉપરથી એલસીબી ટીમે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી ટીમે મોરબીમાં વેજીટેબલ રોડ પર ફોરેસ્ટ ઓફિસ સામે આવતું એક બાઇક શંકાસ્પદ જણાઇ આવતા તેને રોકયું હતું. આ બાઇક હીરો હોન્ડા સ્પ્લેન્ડર હતું. જેની આગળ અને પાછળ નંબર પ્લેટ ન હતી. બાઈકના કાગળો માંગતા મળી આવ્યા ન હતા. ઇ-ગુજકોપમાં સર્ચ કરતા મોરબી સીટી બી ડિવિઝનમાં આ બાઇક ચોરાયું હોવાનો ગુનો નોંધાયાનું સામે આવ્યું હતું. જેથી બાઇક કબ્જે કરી હરેશ રાજેશભાઇ પંચાસરા રહે બેલા(રંગપર) મફતીયાપરા તા.જી.મોરબીવાળાની ધરપકડ કરવામાં આવી હતી.