મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 3 જાન્યુઆરી ને શનિવારના રોજ 902 ક્વિન્ટલ એટલે કે 4510 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1562 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 532 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1324 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 551, તલના 1700, જીરુંના 4240, સોયાબીનના 906, સીંગદાણાના 1481, અડદના 1276, ચણાના 1030 અને એરંડાના 1250 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 300, કારેલાના 700, ગુવારના 1700, ભીંડાના 900, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 600, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 400 સુધીના બોલાયા હતા.