યુવતીએ પ્રેમ સબંધ કાપી નાખતા આરોપીએ સોશિયલ મીડિયામાં ફોટો ચડાવ્યાવાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતી યુવતી સાથે આગાઉ પ્રેમસંબંધ ધરાવતા શખ્સ સાથે પ્રેમ સંબંધ પૂરો કરી નાખવા છતાં ધરાર પ્રેમ સબંધ રાખવા દબાણ કરી યુવાને યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં ચડાવી વારંવાર પીછો કરવાનું ચાલુ રાખતા કંટાળેલ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પંચાસિયા ગામે રહેતી એક યુવતીને અગાઉ આરોપી વિજય મોહનભાઇ ચાવડા સાથે પ્રેમ સંબંધ હોય પરંતુ યુવતીના પરિવારજનોને પ્રેમ સંબંધ બાબતે ખબર પડી જતા યુવતીએ સંબંધ કાપી નાખ્યા હતા. જો કે, આમ છતાં આરોપી વિજયે યુવતીનો પીછો ચાલુ રાખી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમા જુના ફોટો ચડાવી યુવતીની બદનામી કરતા બનાવ અંગે યુવતીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.