મોરબી : મોરબીમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અત્યાર સુધી શિયાળો તો ચાલુ હતો પણ ઠંડી જોઈએ તેવી શરૂ થઈ ન હતી. પણ હવે જાણે શિયાળો બેઠો હોય તેવો માહોલ જામ્યો છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઉપરાંત વહેલી સવારે લોકો સ્વેટર અને સાલમાં લપેટાઈને જ બહાર નીકળી રહ્યા છે. સાથોસાથ ચીકી, અડદિયા, કાવા સહિતની ગરમ વસ્તુઓની માંગ વધી છે. તો બીજી તરફ અચાનક ઠંડી વધવાથી શરદી, ઉધરસ સહિતની વાયરલ બીમારીઓમાં વધારો થયો છે.