મોરબી: કાઠિયાવાડ નિરાશ્રિત બાળશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમ ખાતે તાજેતરમાં વડીલોના જન્મદિવસની સામૂહિક અને ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડીલોને પુષ્પ અર્પણ કરીને દરેક વડીલના નામે તેમના જ હાથે વૃદ્ધાશ્રમ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપક કિરણબા વાઘેલા અને પરેશભાઈ કીકાણીએ આ અવસરે સર્વે વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. સાંજે, વડીલો માટે એક સરપ્રાઈઝ રૂપે કેક કટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વડીલોએ ભેગા મળીને કેક કાપી અને એકબીજાને કેક ખવડાવીને વાતાવરણને આનંદમય અને ભાવનાત્મક બનાવી દીધું હતું. આ અનોખી ઉજવણીએ વડીલોના ચહેરા પર ખુશી લાવી દીધી હતી.