મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે શહેરના લીલાપર રોડ પર આવેલ ખડીયાવાસ વિસ્તારમાં આરોપી ભરતભાઇ વાસુરભાઈ જારીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3372 મળી આવી હતી. જો કે દરોડા દરમીયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.