મોરબી : આગામી તારીખ 4 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીના મોરબી-હળવદ રોડ પર નર્મદા કેનાલની બાજુમાં ઉંચી માંડલ ખાતે આવેલા એકોર્ડ વિટ્રીફાઈડ પ્રા.લી. કંપની ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ સવારે 10 થી સાંજે 4 કલાક સુધી ચાલશે. રક્તદાતાઓ માટે આવવા-જવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો વધુ ને વધુ લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો.નં. 9726420201, 9726420204 પર સંપર્ક કરવા જણાવાયું છે.