મોરબી: મોરબીના ગાળામાં તારીખ 04/01/2025 ને રવિવારના રોજ સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન પ્રાથમિક શાળા ખાતે નિશુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.આ કેમ્પમાં પલ્સ હોસ્પિટલના ડૉ. ઉમેશ ગોધવિયા (MD Medicine) હૃદયરોગ, બીપી, ડાયાબીટીસ, ઝેરી દવાની અસર અને તમામ પ્રકારના તાવનું નિદાન કરશે. જ્યારે વાત્સલ્યના ડૉ. અક્ષય જાકાસણિયા (MBBS, FCPS) નવજાત શિશુ અને બાળરોગ સંબંધિત માર્ગદર્શન આપશે.તેમજ દેવકી હોસ્પિટલના ડૉ. પાયલ ફળદુ (MBBS, DGO) પ્રસૂતિ અને સ્ત્રીરોગ સંબંધિત સેવાઓ આપશે, અને ડૉ. ખ્યાતિ ફળદુ (BPT) ફિઝિયોથેરાપી અને કસરત વિભાગનું માર્ગદર્શન પૂરું પાડશે. આ સાથે, સ્ટાર હોસ્પિટલના ડૉ. ઋષિ વાંસદડિયા (MS General Surgery) જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન તરીકે, તેમજ વેલ કેર ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉ. યશ કડીવાર (PGD ORTHO) હાડકાં વિભાગના નિષ્ણાત તરીકે ઉપસ્થિત રહેશે. કેમ્પમાં આવનાર દર્દીઓને તેમના જૂના રિપોર્ટ્સ અને ફાઈલો અચૂક સાથે લાવવા જણાવાયું છે.