અથાગ પરિશ્રમ અને પરિવારના સહયોગથી ડો.ભાર્ગવે મેળવી સફળતા : ઠેર ઠેરથી શુભકામનાઓ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય... આ યુક્તિ મુજબ મૂળ મોરબીના ઓમનગર (ખારચિયા)ના ડો.ભાર્ગવે અથાગ પરિશ્રમ થકી MDની ડીગ્રી હાંસલ કરી છે. તેઓની આ સફળતા બદલ તેમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. મુળ ઓમનગર (ખારચિયા)ના વતની અને હાલ કચ્છ નિવાસી રસીલાબેન તથા રામજીભાઈ કાનજીભાઈ શેરસીયાના સુપુત્ર ડો. ભાર્ગવ શેરસીયાએ અવિરત પરિશ્રમ, અડગ વિશ્વાસ અને પરિવારના સહયોગથી નવેમ્બર - ૨૦૨૫ માં મેડીકલની MD (જનરલ મેડિસિન) ની પદવી પ્રાપ્ત કરી નિષ્ણાંત ડોકટર બનતા શેરસીયા પરિવારનું તેમજ ઓમનગર(ખારચીયા) ગામનું ગૌરવ વધારેલ છે. ડો.ભાર્ગવના પિતા બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા છે. ડો.ભાર્ગવે ધો.11 અને 12 મોરબીની નાલંદા વિદ્યાલયમાં પૂર્ણ કર્યું હતું. જ્યારે MBBS ભુજમાં કર્યું હતું. ત્યારબાદ તેઓએ ગુરૂગ્રામ ખાતે SGT યુનિવર્સિટીમાં અભ્યાસ કરી MDની ડીગ્રી હાંસલ કરી છે.તેમની આ સિદ્ધિ બદલ શેરસીયા રામજીભાઇ કાનજીભાઇ (મો. ૯૯૨૫૨૩૬૩૦૩), શેરસીયા દશરથભાઇ કાનજીભાઇ (મો. ૯૯૨૫૩૦૩૦૯૧) અને શેરસીયા ભરતભાઇ કાનજીભાઇ (મો. ૯૯૭૯૬૧૫૮૮૦)ને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.