સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી ખાતે સવારે 10 થી 1 સુધી યોજાશે કેમ્પમોરબી : છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સવા લાખથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ પુષ્યનક્ષત્ર પર આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 4-1-2026 ને રવિવારે 89મો વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. આ કેમ્પમાં હજારો બાળકો લાભ લે છે. બાળકોની સાથે સાથે પ્રેગ્નેન્ટ બહેનોને પણ વિનામૂલ્યે આ અમૂલ્ય ટીપા પીવડાવવામાં આવે છે.આ કેમ્પ રવિવારે સવારે 10:00 થી 01:00 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરીમાં આવેલ સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી ખાતે યોજાશે. આ કેમ્પમાં જન્મ થી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા સગર્ભાને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. જે લોકો પહેલી વખત આ કેમ્પમાં આવે તેમને ત્યાં સ્થળ પર જ સ્વયંસેવકોને કહેવું કે તે તેમના ગ્રુપમાં જોઈન્ટ કરી દે જેથી દર મહિનાની તારીખ તથા સ્થળ તમને મળતા રહે. વધુ વિગત માટે રાજ પરમાર (આયુ જીવન આયુર્વેદ)નો સંપર્ક કરવા જણાવ્યું છે.