એક વકીલ આ માટેના ફોર્મ ભરી આપવાના હોવાનો મેસેજ વાયરલ, મોટી સંખ્યામાં લોકો વકીલની ઓફિસે પહોંચ્યા પણ વકીલની ઓફિસ બે મહિના માટે બંધ હોવાથી લોકોનો જમાવડોમોરબી : મોરબીમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક જાણીતી કંપની તેના જુના કર્મચારીઓને ગ્રેચ્યુટીના પૈસા આપતાની હોવાની વાત પ્રસરતા તેના ફોર્મ ભરવા માટે જુના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. જો કે આ તમામ લોકોને ધરમનો ધક્કો થયો હોવાથી નિરાશ થયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર એક જાણીતી કંપની તેના જુના કર્મચારીઓને જેટલા વર્ષ કામ કર્યું હોય તેટલા વર્ષના એક વર્ષ લેખે રૂ.10 હજારની ગ્રેચ્યુટીની આપવાની છે. જેના ફોર્મ ત્રિકોણ બાગ ખાતે ઓફિસ ધરાવતા એક વકીલ ભરી આપવાના છે. તેવો મેસેજ વાયરલ થયો હતો. પરિણામે આજે ત્રિકોણ બાગ પાસે વકીલની ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. જો કે આ વકીલની ઓફિસ બંધ હતી. ઉપરાંત બહાર બોર્ડ પણ માર્યું હતું કે ઓફિસ બે મહિના માટે બંધ છે. કોઈએ ફોર્મ ભરવા માટે પૂછતાછ કરવી નહીં. આ ઘટનાને લઈને તે કંપની અને વકીલ સાથે સંપર્ક થઈ શક્યો નથી. એટલે તથ્ય શુ છે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ પોતાના કામ પડતા મૂકી મોટી સંખ્યામાં સહાયનું ફોર્મ ભરવા આવેલા લોકોને આજે ધરમનો ધક્કો થયો હતો. આ કંપનીમાં મોટાભાગે મહિલાઓ કામ કરતી હતી. મહિલાઓ વકીલની ઓફિસ બાદ કંપની ખાતે પણ પોહચી હોવાની ચર્ચા છે.