મોરબી : આગામી તારીખ 4 જાન્યુઆરી અને રવિવારના રોજ મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા છઠ્ઠું શૈક્ષણિક અધિવેશન મળશે. આ અધિવેશન મોરબી રાજકોટ હાઇવે પર લજાઈ ચોકડી પાસે આવેલ ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાશે. આ અધિવેશનમાં અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ વિમલકુમાર મકવાણા, કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મહામંત્રી પરેશભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના બોર્ડ મેમ્બર અજીતભાઈ પટેલ હાજરી આપશે. આ કાર્યક્રમ સવારે 8:30 વાગ્યાથી શરૂ થશે. જેમાં રજીસ્ટ્રેશન બાદ સવારે 9:30 થી 10:45 કલાક સુધી ઉદ્ઘાટન સત્ર અને 10:45 થી 1:00 વાગ્યા સુધી શૈક્ષણિક સત્ર ચાલશે. તો આ કાર્યક્રમમાં પધારવા મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડીયા, મહામંત્રી વિશાલભાઈ ગોધાણી અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા દ્વારા શિક્ષક સંઘને નિમંત્રણ પાઠવાયું છે.