મોરબી : વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલવે સબ ડિવિઝન રાજકોટના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની વર્ષ-2025ની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી 6-1-2026 થી 10-1-2026 દરમિયાન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. તે ફાયરીંગ બટ વિસ્તારમાં 6-1-2026 થી 10-1-2026 દરમિયાન જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ હેઠળ શિક્ષાપાત્ર થશે.