મોરબી : મોરબીના ગિડચ - પાનેલી રોડ પર બે દિવસ પૂર્વે બુલેટ પર જઇ રહેલા બે યુવાનને ટેન્કર ચાલકે હડફેટે લઈ મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાઈ ગયેલા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગિડચ - પાનેલી રોડ પર ગત તા.30ના રોજ સવારના સમયે જીજે - 36 - એજી - 7983 નંબરના બુલેટ મોટર સાયકલ પર ગિડચ ગામના રહેવાસી એવા ફરિયાદી અનિલભાઈ પ્રેમજીભાઈ કુંવરિયા, મહેશભાઈ અને ભાવેશભાઈ જતા હતા ત્યારે અવાડાના વણાંક પાસે ટેન્કર નંબર જીજે - 10 - એક્સ - 7022 ના ચાલકે બુલેટને હડફેટે લઈ અકસ્માત સર્જતાં મહેશભાઈ અને ભાવેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેમાં મૃત્યુ નિપજ્યા હતા.અકસ્માતના આ બનાવ બાદ ટેન્કર ચાલક નાસી જતા અનિલભાઈ પ્રેમજીભાઈ કુંવરિયાએ ટેન્કર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.