જિલ્લા પોલીસ દ્વારા અનુભવી ટ્રેનર સાથે રનિંગને લગતી વ્યવસ્થા કરાઈમોરબી : સુરક્ષા સેતુ સોસાયટી અને મોરબી મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ભરતીમાં શારીરીક કસોટીની તૈયારી કરતા ઉમેદવારોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર તેમજ નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અનુભવી ટ્રેનર તથા અધિકારીની સલાહ સાથે રનિંગને લગતી તમામ વ્યવસ્થા પોલીસ હેડ કવાર્ટર, મકનસર ખાતે કરવામાં આવી છે. જેનો લાભ લેવા મો.નં.9265602834 તથા 9723169690 ઉપર રજિસ્ટ્રેશન કરવા યાદીમાં જણાવાયું છે.