મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 1 જાન્યુઆરી ને ગુરુવારના રોજ 2445 ક્વિન્ટલ એટલે કે 12225 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1550 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 460 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1340 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 552, તલના 1974, જીરુંના 4068, સીંગદાણાના 1459, સોબાબીનના 889, ચણાના 999, એરંડાના 1240 અને કાળા તલના 4400 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 300, કારેલાના 700, ગુવારના 1700, ભીંડાના 800, ટમેટાના 900, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 600, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.