મોરબી : આજે થર્ટી ફર્સ્ટના દિવસે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો છે. રાજકોટ, પડધરી, ધોરાજી, માંગરોળ સહિત અનેક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા છે. ઉપરાંત કચ્છના પણ અમુક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડ્યા છે. બીજી તરફ મોરબીમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.