ટંકારા: મોરબી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) વિભાગ અને ટંકારા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે અજંતા કોટન, ટંકારા ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી RTO વિભાગના ઈન્સપેક્ટર આર. એ. જાડેજા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાસ કરીને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાના હેતુથી ડ્રાઇવરોને રોડ સેફ્ટી અંગેની સચોટ સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, અહીં આવેલા ટ્રેક્ટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ જેવા વાહનોને રેડિયમ સ્ટીકર્સ પણ લગાવવામાં આવ્યા હતા.જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવાના હેતુથી રચાયેલ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા સતત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અગાઉ APMC, મોરબી ખાતે ખેડૂતોને પણ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું હતું, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર મારફતે પોતાના પાક લઈને આવે છે. તેમજ આશરે 43 જેટલા વાહનોમાં રેડિયમ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા, જેથી માર્ગ અકસ્માત જેવી અનિચ્છનીય ઘટનાઓ નિવારી શકાય.